13 December 2017


તૃતિય સમૂહ લગ્ન યજ્ઞોપવિત 2018

81 મેવાડા સુથાર સમાજ ના તમામ મિત્રો અને જ્ઞાતિબંધુઓ ને જણાવતા આનંદ થાય છે કે આપણા તૃતિય સમૂહ લગ્ન યજ્ઞોપવિત 2018 નું આયોજન થયું છે જેની તારીખ ફેબ્રુઆરી મહિના મા 11/02/18 નકકી કરી હતી પરંતુ સમાજ માંથી જે મિત્રો દ્વારા અમારા કાર્ય ની સરાહના કરીને સમૂહ લગ્નમાં જોડાયા છે એવા આપણા જ્ઞાતિબંધુ ઓ પોતાના ઘરે માતાજી ની સ્થાપના નો પ્રસંગ કરે છે અને આપણા સમૂહ લગ્ન ની તારીખ 11/02/18 ના કારણે માતાજી ની સ્થાપના નો પ્રસંગ થઈ શકે તેમ ન હતો... મિત્રો આપણા જ્ઞાતિબંધુ જેઓ અમારી સાથે જોડાયા હોય એમની તકલીફ એટલે અમારી તકલીફ એવું અમે યુવા સુથાર સેવા સમાજ ના તમામ સભ્યો સમજીએ છીએ અને તેના કારણે અમે આજે ત્રણ શાસ્ત્રી બ્રાહ્મણ ને પૂછી ને આપણા તૃતિય સમૂહ લગ્ન યજ્ઞોપવિત ની તારીખ બદલી છે જે 04/02/2018 ને રવિવાર રાખવામાં આવેલ છે અને સ્થળ ધાન્ધાર પંચાલ ની વાડી જ રાખવામાં આવેલ છે જ્યાંની વ્યવસ્થા સમાજ ના તમામ જ્ઞાતિબંધુઓ ને પસંદ છે.


આપ સૌ મિત્રો ને જણાવવા નું કે સમૂહ લગ્ન યજ્ઞોપવિત માં જોડાવવા માટે યુવા સુથાર સેવા સમાજ ના કોઈ પણ સભ્ય ને પોતાનું નામ 31/12/2017સુધી માં લખાવવું.

 

સુંદર મજાની કંકોત્રી માં આપના બિઝનેસ ની જાહેરાત આપવી હોય તો આપ દ્વારા સમાજ ના આ સુંદર કાર્ય મા એક સહકાર થઈ શકે છે જાહેરાત માટે કંકોત્રી ના આખા પાના (100%)માટે 11000 /- રુપિયા , અડધા પાના (50%)માટે 5000/- રુપિયા તેમજ અડધા ના અડધા (25%) માટે 2500/- રુપિયા રાખવામાં આવેલ છે.
આપ આ ઉમદા કાર્ય મા સહભાગી થવા માંગતા હોય તો અમારા કોઈ પણ સભ્ય ને અથવા બ્રિજેશ મિસ્ત્રી (9978997131) કે રશ્મીન મિસ્ત્રી (9825494581) ને આપના બિઝનેસ ની માહિતી પહોંચાડવાની રહેશે.
આપનો કોઈ મિત્ર સમાજ બહાર નો હોય અને પોતાની જાહેરાત આપવા ની ઇચ્છા ધરાવતો હોય તો પણ આપ જણાવી શકો છો.....
આવી કોઈ પણ જાહેરાત સમાજ બહાર થી લાવેલ હશે એ જ્ઞાતિબંધુ નું નામ પણ સહયોગી તરીકે જાહેરાત સાથે લખવામાં આવશે.....
જાહેરાત માટે 31/12/17 સુધીમાં જણાવવાનું રહેશે.

 

મિત્રો આપણી બહેન દિકરી ના લગ્ન છે અને અત્યાર સુધી માં સમાજ ના મિત્રો તરફથી લગભગ 35 થી 40 આઇટમ કન્યાદાન માટે આવી છે અને મારી પર્સનલ આપ સૌ મિત્રો ને નમ્ર વિનંતી છે કે આપ દ્વારા આપણી બહેન દિકરી ને વધુ માં વધુ કન્યાદાન મળે એવો પ્રયત્ન કરો. ફક્ત 9 લગ્ન છે અને કન્યાદાન ની વધુમાં વધુ કિંમત 200 થી 300 સુધી ગણીએ તો 2000 થી 3000 રૂપિયા થાય છે અને બે વરસે આપણી બહેન દિકરી માટે આટલું તો કરીજ શકીએ. આ કન્યાદાન આપેલું ક્યારેય વ્યર્થ જતું નથી આપ દ્વારા એક બહેન ને કરેલું કન્યાદાન નો બદલો ભગવાન જરૂર થી આપે છે. મિત્રો આપના સહકાર ની જરૂર છે.

 

કોઈ કન્યાદાન લખાવવા ની ઇચ્છા ધરાવતા હોય તો અમારા કોઈ પણ સભ્ય ને નામ અને કન્યાદાન ની વસ્તુ 31/12/2017 સુધીમાં લખાવી શકે છે. આપ દ્વારા લખાવેલ કન્યાદાન 15/01/2018 ના રોજ ટેક્ષલૅબ ઓફીસ ખાતે જમા કરાવી જવાની રહેશે.


મિત્રો આપ ને વિનંતી છે કે આપ સૌ આપણા સમાજમાં બીજા મિત્રો ને પણ આ મેસેજ ફોરવર્ડ કરજો. જેથી સમાજ ના તમામ જ્ઞાતિબંધુ સુધી આ મેસેજ પહોંચે.

આભાર
યુવા સુથાર સેવા સમાજ
અમદાવાદ


Share this news with your friends